રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે અનેક જિલ્લામાં અડધાથી લઇ ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડી રહ્યો છે તો કેટલાક તાલુકાઓમાં ગાજવીજ સાથે કરા અને વરસાદ પણ પડ્યો હતો આ ઉપરાંત ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો તેમજ મોટા હોર્ડિંગ તૂટી પડવાની વીજપોલ નમી જવા સહિતની ઘટના બની હતી તો કેટલાક સ્થળે વિજળી પડવાની ઘટના પણ સામે આવી હતી
ત્યારે આજે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કચ્છ સીવાય રાજ્યના તમાંમ તાલુકા એવા બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ વગેરેમાં છુટા છવાયા હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે
ગુજરાતમાંથી ધીમે ધીમે માવઠાની અસર ઓછી થતા ગરમીમાં વધારો થયો છે. રવિવારે દિવસભર ભારે ઉકળાટભર્યો માહોલ રહ્યો હતો. ભુજમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન પણ 36 ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તમામ શહેરોના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે.

