મોરબી જીલ્લામાં કોઈ પણ ખેડુતોને બેંક કે સરકારી-અર્ધસરકારી કચેરીમાં ખેતી વિષયક કોઈ પણ પ્રકારનું કામ હોય તો 7/12, 8-અ ની સાથે નોડયુ સર્ટીફીકેટ રજુ કરવું ફરજીયાત છે. આ નો-ડયુ સર્ટીફીકેટ કઢાવવા માટે જે તે બેંકમાં જવું પડે છે. જેમાં અમુક બેંકો દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જ નો–ડયુ સર્ટીફીકેટ આપવામાં આવે છે. જયારે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી. એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા પહેલા રૂ. 10 વસુલવામાં આવતા અને હાલમાં આ ચાર્જ રૂ. 59 (ઓગણસાંઈઠ) પુરા વસુલવામાં આવે છે.
હાલમાં ખેડુતો પગભર બને અને નાના ખેડુતો શહેર તરફ ન આકર્ષાય તે હેતુથી સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. ત્યારે બીજી બાજુ માત્ર નો–ડયુ સર્ટીફીકેટ આપવા માટે રકમ વસુલ કરવામાં આવી રહેલ છે. તો શું આ બધુ ખેડુતોને જ સહન કરવું પડશે. જે બાબતને ધ્યાને લઈ માનસર ગામના સરપંચ દ્વારા ખેડૂતોના હિતાર્થે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

