તાજેતરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અન્ય વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે મોરબી જિલ્લો 88.78% પરિણામ સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે.આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 816 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, 2050 છાત્રો એ ટુ ગ્રેડ મેળવ્યો છે 2,349 છાત્રો એ બી વન ગ્રેડ 2449 છાત્રો એ બી ટુ ગ્રેડ મેળવ્યો છે. 2072 છાત્રો એ સી વન જ્યારે 940 ખાતો એ સી ટુ ગ્રેડ મેળવ્યો છે 91 છાત્રો ડી વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે આમ કુલ ચાલુ વર્ષે 12308 છાત્રો માંથી 10,767 છાત્રો ઉત્તિર્ણ થયા છે


