આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું છે જેમાં સમગ્ર મોરબી જીલ્લો 88 .78 ટકા પરિણામ સાથે રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો હતો રેકોર્ડ બ્રેક પરિણામ માટે જિલ્લાની ખાનગી શાળાની હરોળમાં ઉભી રહેતી ગ્રાન્ટેડ અને સરકારી શાળાનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લાની જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ-2024″ વિજેતા એવી દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલે HSC બોર્ડના પરિણામ બાદ SSC માં પણ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું.આજે SSC બોર્ડ ફેબ્રુઆરી- માર્ચ 2025નું પરિણામ જાહેર થયું તેમાં સમગ્ર બોર્ડ નું પરિણામ 83.08% %, મોરબી જિલ્લાનું 88.78% જ્યારે આ શાળાનું પરિણામ 100 % આવેલ છે.શાળાના કુલ વિધાર્થીઓ 174 માંથી 174 પાસ, 10 વિદ્યાર્થીઓએ A1 અને 40 વિદ્યાર્થીઓ એ A2 GRADE એમ કુલ 50 વિદ્યાર્થીઓને A GRADE (A1/A2) પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને અભિનંદન આપતા શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ગોપાણી જણાવે છે કે વિદ્યાર્થીઓ ની ક્ષમતા મુજબ કાર્ય સોંપણી, સુચારૂ આયોજન, સમગ્ર વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસક પ્રવૃતિઓમાં ‘શ્રેષ્ઠ શાળા’ તરીકે ઓળખાણ ધરાવતી શાળા બોર્ડના પરિણામ ની બાબતમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ. વિશેષ ઉક્ત શાળાએ HSC અને SSC માં A – GRADE ની હારમાળા સર્જી દેતા શાળા ના પ્રમુખ ડૉ. અનિલભાઈ મહેતા, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો, વાલીઓ, અને હિતેચ્છુઓ સૌ કોઈ શાળા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓને ચોમેરથી અભિનંદન પાઠવી રહ્યાં છે

