બુધવાર રોજ સાંજે મોરબી કચ્છ ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં બોલેરો પિકઅપ ગાડીમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને પીપળીયા ચાર રસ્તા થઈને રાજકોટ લઈ જવામાં આવતા હોય જે હકીકત માહિતી મળતા મોરબી ગૌરક્ષક વોચમાં બેઠા હતા દરમિયાન કચ્છ બાજુથી GJ-12-BZ-4224 નંબરના બોલેરો પીકઅપ . ગાડી ને પીપળીયા ચાર રસ્તા નજીક રોકીને તેમાં ચેક કરતા 10 પાડાને ક્રુરતા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ના શકે એવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરમીટ ના હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ નખત્રાણા બાજુથી ભરેલા હોય અને રાજકોટ હાજી ના ઘરે ત્યાં કતલ કરવા માટે લઈ જવામાં આવતા હોય તે તમામ જીવોને મોરબી અને કચ્છ ગૌરક્ષક મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા જૅ 10.જીવોને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ હતા જ્યારે ગૌરક્ષક દ્વારા ગાડી અને તેના ચાલક ને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન જઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય અને હગૌરક્ષક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામા આવી છે મોરબી તાલુકા પોલીસ અને મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ,રાજકોટ ગૌરક્ષક જીવદયા, વિરમગામ ગૌરક્ષક જીવદયા, કચ્છ ગૌરક્ષક જીવદયા, લીમડીગૌરક્ષક જીવ દયા ,ચોટીલા ગૌરક્ષક જીવદયા એ સહયોગ આપતા જીવ બચાવી શકાયો હોવાનું જણાવ્યું હતું.

