મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રવિવારે સવારના અગિયાર વાગ્યેની આસપાસ નવા મહેન્દ્રનગર પાસેથી આશરે ઉ.વ.5 નુ બાળકી એકલી મળી આવી હતી. જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકીના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ની સી ટીમે બાળકીનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે હિન્દીમાં બોલતા બાળકીને તે સમજી શકે તે ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકીને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબ જ ટુંકા સમયમાં મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ હનુમંત એપાર્ટમેન્ટમાં વોચમેનનુ કામ કરતા નામે મનોજભાઇ બલબીરભાઇ થાપા ઉ.વ.30 વાળાને શોધી ખાતરી કરી હતી અને મળી આવેલ બાળકી ઉ.વ. 5 વાળીને તેના વાલીને સોંપી આપેલ અને માતા પિતા તેની બાળકીને શોધતા હોય બાળકી મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક બાળકીને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા મળેલ છે.

