HomeGujaratઅગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવક અને મહિલા પર પાઇપ...

અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવક અને મહિલા પર પાઇપ વડે હુમલો કર્યો

હળવદમાં ફરિયાદી ગુલમહમદભાઈ દિકરાને ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી પાંચ આરોપીઓ હળવદ ખાતે આવી આધેડના પુત્ર હિદાયતને તથા રૂબીનાબેનને પાઈપ વડે માર મારી ઈજા પહોચાડી હતી.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ફુલગલી પોલીસ લાઈન પાછળ રહેતા ગુલમહમદભાઈ ઇબ્રાહિમભાઈ મકરાણીએ આરોપી આરીફભાઇ ગુલાબભાઇ ભટ્ટી, સિરાજ અબુભાઇ ભટ્ટી, ઇમરાન ગુલાબભાઇ ભટ્ટી, રિયાજ સલીમભાઇ ભટ્ટી અને મુસ્તાક સલીમભાઇ ભટ્ટી રહે. બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીનો દિકરો હીદાયત તથા તેની મંગેતર સુહાના, ફરીયાદિના પત્ની જુબેદાબેન અને ફરીયાદિનો નાનો દિકરો મહમદશહદ એમ બધા દસાડા ખાતે સગાઇ પ્રસંગમાં ગયેલ હોય જ્યાં સગાઇમા ફરીયાદિના દિકરા હીદાયતને બોલાચાલી અને ઝઘડો થયેલ હોય અને ત્યાં સમાધાન થઇ ગયેલ હોય અને સગાઇ બાદ ફરીયાદિના દિકરાની મંગેતરને ફરીયાદી તથા ફરીયાદિના પત્ની જુબેદાબેન તથા દિકરો હીદાયત એમ હળવદ ખાતે મુકવા આવેલ હોય તે સમયે આરોપીઓએ મનદુખ રાખી ગાળો આપી તથા ફરીયાદીના દિકરા હીદાયતને લોખંડના પાઇપ વડે મુંઢ માર મારેલ અને રુબીનાબેનને હાથના ભાગે લોખંડનો પાઇપ મારેલ હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW