મોરબી તાલુકાના સોખડા ગામમાં રહેતા મજુરી કામ કરતા નથુભાઈ મકવાણા નામના વૃદ્ધ પર ગામમાં રહેતા રમેશભાઈ ખીમાભાઈ મકવાણા અને તેના બે પુત્ર પ્રકાશ અને વસંત ઉર્ફે કિસન મકવાણાએ જુના ઝઘડા નું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા હતા વૃધ્ધના પુત્ર ચેતનભાઈએ રમેશભાઈ ખીમાભાઈ મકવાણા અને તેના બે પુત્ર પ્રકાશ અને વસંત ઉર્ફે કિસન મકવાણા સામે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે આરોપી રમેશભાઈ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હોય અને ગામમાં હોદાનો દુરપયોગ કરી બીજાને હેરાન કરતા હોય જે નથુભાઈને ગમતું ન હોય અને આ બાબતે અગાઉ સમજાવવા છતાં ફેરફાર થયો ન હતો અને અગાઉ થયેલા આ બાબતનો ખાર રાખી આરોપીઓ એક થઈ વૃધ્ધ ને મારમાર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

