વાંકાનેર શહેરમાં પ્રતાપપરા શેરી નં-1 રહેતા જયેશભાઇ મુગંઠલાલ મહેતાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જયેશભાઈ એલ.આઇ.સી તથા પોસ્ટ શાખાના એજન્ટ હોઇ અને ફરીયાદી પોતાના ગ્રાહકોના પ્રિમીયમની રકમ 30,900 તથા સાહેદોની પાસબુક, ATM કાર્ડ, ચેકબુક, તથા F.D. ના કાગળો સાથેનો ભરેલ બેગ લઈને ગત તા.- 27/03ના રોજ પોસ્ટ ઓફીસ વાંકાનેર ગયેલ ત્યાં માર્કેટ ચોક પાસે આવેલ પોસ્ટ ઓફીસના રાયટીંગ ટેબલ ઉપરથી આરોપીએ ફરીયાદીની નજર ચુકવી બેગ ઉઠાંતરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

