મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી બાલમંદિરની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રવજીભાઇ બાબુભાઇ મકવાણા, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા, વિહરભાઇ મગનભાઇ હમીરપરા અને સાગરભાઇ મગનભાઇ બોરાણીયા નામના ચાર શખ્સોને રોકડ રકમ રૂ.- 10,100ના મુદ્દામાલ સાથે પકડી પાડી શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનાની નોંધ કરી છે.

