HomeGujaratગુજરાત સરકાર દ્વારા વધારેલ બસ ભાડા તથા ટોલટેક્સ પાછો ખેચવા મુદે...

ગુજરાત સરકાર દ્વારા વધારેલ બસ ભાડા તથા ટોલટેક્સ પાછો ખેચવા મુદે RGPRS દ્વારા માંગ કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા બસ ભાડામાં વધારો જાહેર કરવામાં આવેલ છે. મોટા ભાગે બસમાં મુસાફરી કરનાર મજુર વર્ગ નાના નોકરિયાતો, નાના ધંધાર્થીઓ તેમજ માધ્યમ વર્ગના લોકો હોય છે. મોટા નોકરિયાતો, મોટા ઉદ્યોગપતીઓ કે પૈસાદાર લોકો બસમાં મુસાફરી બહુ ભાગ્યે જ કરતા હોય છે. એટલે આ વધારો નાના તથા માધ્યમ આવક વાળા લોકોના જ બજેટો અસર કરનાર સાબિત થશે. તો આ વધારો પાછો ખેચવા rgprs દ્વારા મુખ્યમંત્રીને વિનતી કરવામાં આવી છે.

આ ઉપરાંત સરકાર દ્વારા જે ટોલ ટેક્સ વધારો કરવામાં આવેલ છે. તે લોકોના જીવન જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટને મોંઘુ કરનાર સાબિત થશે, આનાથી મોંધવારી વધશે. આ વધારો પાછો ખેચવા rgprs દ્વારા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW