મોરબીના આમરણ ગામમાં રહેતી મિતલબેન જયંતીલાલ પરમાર નામની યુવતી ગામની ખાનગી શાળામાં નોકરી કરતી હોય અને અગાઉ તેને અભ્યાસમાં નર્સિંગ કોર્ષ પણ કર્યો હતો અને સરકારી ભરતી માટે તૈય્રારી કરી પરિવારને મદદ રૂપ થવા માગતી હતી.
જોકે આ યુવતીને એક વર્ષ પહેલા ગઠીયો ભટકાઈ ગયો હતોં. તેને પોતાને અલગ અલગ જગ્યાએ ઓળખાણ હોય ને નર્સિંગ કોર્ષ કર્યો હોવાથી સરકારી દવાખાના નોકરી અપાવી દેશે તેવી લાલચ આપી હતી. બાદમાં અલગ અલગ રીતે લાલચ આપી અને એન કેન રીતે અન્ય સ્થળે રૂપિયા આપવા પડે તેમ કહી ટુકડે ટુકડે ક્યારે 3000 હજાર તો ક્યારેક 5000 તો ક્યારે 15 અને 30 હજાર સુધી ની રકમ પોતાના ખાતામાં જમાં કરાવતા ગયા આ શખ્સ દ્વારા માત્ર બે મહિના ના સમય માં યુવતી પાસે થી રૂ પોણા બે લાખ સેરવી લીધા હતા, પરંતુ જયારે યુવતી નોકરી માટે વાત કરે તો એન કેન રીતે બહાના બતાવતો હતો જોકે આ શખ્સ તેની સાથે છેતરપીંડી કરતો હોવાનો અહેસાસ થતા તે આરોપી જે ગામમાં રેહતો હતો તે નસીતપર માં પણ ગઈ હતી ઘરે હાજર ન હોય અને ફોન કરતા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા અંતે કંટાળી યુવતીએ બે મહિના પહેલા તાલુકા પોલીસ મથકમાં આ બાબતે લેખિત અરજી આપી હતી. જેમાં આરોપીનું નામ સરનામું અને મોબાઈલનંબર સહિતની વિગત આપી તેને બે મહિના કરતા પણ વધારે સમય થવા છતાં હજુ સુધી પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ નથી કે પોલીસ આરોપી સુધી પહોચી શકી નથી.
ગરીબ પરિવારની યુવતીએ તેના પગાર અને ઘરની જરૂરી વસ્તુ પર કાપ મૂકી એકઠી કરેલી રકમ આ ગઠીયો ઉપાડી ગયો છે ત્યારે યુવતી અનેત એના પરિવાર ચિંતા માં મુકાયો છે આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવું યુવતી ઈચ્છી રહી છે.

