માર્ચ-2025 માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જે બેઠક આગામી તારીખ: 29/03/2025ના રોજ સવારના 10:30 કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

