HomeGujaratમોરબીમાં હોળી ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી,

મોરબીમાં હોળી ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી,

મોરબીમાં ગઈ કાલે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આજે રંગોત્સવની ઉજવણી ચાલી રહી છે. ગઈકાલે મોરબીમાં હોળી નિમિતે બજારોમાં છેલ્લી ઘડી સુધીમાં ધમધમી રહી હતી. ખજૂર, ધાણી, દાળિયા, ટોપરું, હારડા, પતાસાની ધૂમ ખરીદી થઈ હતી. જો કે પાકા કલરો ઉપર પ્રતિબંધ હોવાથી રંગોત્સવની ઉજવણી માટે કુદરતી કલરોની જ ડિમાન્ડ નીકળી હતી અને આ કલરોની પણ છેલ્લી ઘડી સુધી ભારે ખરીદી થઈ હતી.

જયારે આજે રાત્રે હોલિકા દહન હોવાથી ઠેરઠેર છાણા,લાકડાની વસ્તુઓની હોળી સળગાવવામાં આવી હતી.શહેરના દરેક વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. લોકોએ સળગતી હોળીની પ્રદક્ષિણા કરી ખજૂર, ધાણી, દાળિયા, , પતાસાને હોળીમાં નાખીને પોતાના પરિવાર કામના કરી હતી. તેમજ હોળીની રાત્રે ઘણા વિસ્તારમાં યુવાનોએ હોળીની પરંપરા અનુસાર નાળિયેરની હોળી રમી હતી. હોળીના બીજા દિવસે ધુળેટી હોવાથી દરેક ઘરો અને શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રંગોની બોછાર ઉડી હતી. બાળકો ,યુવાનો અને વડીલો તમામે મન મૂકી રંગોના પર્વને માણ્યો હતો.

જો કે જિલ્લા કલેક્ટરે જાહેરમાં એકબીજા ઉપર પાકા રંગો ઉડાવવાની મનાઈ ફરમાવી હોવાથી ધુળેટી પર્વ પર છાકટા બનતા તત્વો ઉપર પોલીસ વોચ રાખીને તેઓને કાયદાનું ભાન કરાવશે.ધુળેટી પર્વ ઉપર દરેક ઘરો અને વિસ્તારમાં નિર્દોષ ધીગા મસ્તી સાથે રંગોની ધમાલ ઉડશે. તેમજ ઘણા ગામડાઓમાં આજે પણ જૂની માન્યતા મુજબ હોળી રમવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW