HomeGujaratમોરબીના ઉંચી માંડલ નજીક બોલેરોમાં ક્રુરતા પૂર્વક લઇ જવાતા ત્રણ પશુઓ છોડાવાયા...

મોરબીના ઉંચી માંડલ નજીક બોલેરોમાં ક્રુરતા પૂર્વક લઇ જવાતા ત્રણ પશુઓ છોડાવાયા ચાલક સામે ગુન્હો નોધાયો

મોરબી-હળવદ રોડ પર એક બોલેરો કારમાં ચારો કે પાણી રાખ્યા વિના ક્રુરતા પૂર્વક બાંધીને લઇ જતા હોવાની વીએચપીના કાર્યકરો ને જાણ થતા તેઓ ઉચી માંડલ પાસે વોચ રાખીને બેઠા હતા દરમિયાન જીજે-૩૬-ટી-૧૧૯૧ નંબરની કાર અટકાવી તેની તલાસી લેતા તેમાં ત્રણ પાડીઓ બાંધીને રાખી હતી અને ઘાસ ચારો પણ રાખ્યો ન હોવાથી તેને ઉતારી પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલકની પૂછ પરછ કરતા પોતાનું નામ જીવણભાઈ મેઘાભાઈ પઢારીયા અને મોરબીના ચાચાપર ગામનો વતની હોવાનું જણાવ્યું હતું આ અંગે તાલુકા પોલીસે બોલેરો ચાલક સામે ગુજરાત પશુ કુરતા અધિનીયમ ૧૯૬૦ ની કલમ-૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) તથા જી.પી.એકટ કલમ-૧૧૯ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW