મોરબીના વિધુત નગરમાં રહેતા રાજુભાઈ મેરાભાઈ ધંધુકિયા નામના આધેડે ગઈકાલના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

