HomeGujaratમોરબીના શ્રી રામ સોલ્ટ અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબીના શ્રી રામ સોલ્ટ અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબીના શ્રી રામ સોલ્ટ લવણપુર ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ મોરબી દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, મલેરીયાની તપાસ, બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 167 જેટલા અગરીયા ભાઈ-બહેનોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ડર્મેટોલોજિસ્ટ વગેરે ડોકટરોની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. કોટડીયા, એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો. કારોલીયા, મેડિકલ ઓફિસર ડો જાગૃતિ બેન ગાંભવા, ડો. અલ્પેશ ભાઈ દરજી, બામણીયા સિધી બેન, ચાવ જોશના બેન, ગોસાઈ મિહિરભાઈ, કુંભરવાડીયા અમિતભાઈ, આંબલિયા સમીબેન, ડાંગર લાલાભાઈ, ચોહાણ વિનોદ ભાઈ અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW