HomeGujaratટંકારામાં ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ટંકારામાં ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ટંકારા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, GJ-07-DG-2192 નંબરની ક્રેટા કાર નેકનામ તરફથી જોધપર ગામ તરફ આવનાર છે. જે ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે રેઇડ કરી તપાસ કરતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કી/વોડકા બોટલો નંગ- 318 કિ.રૂ.- 1,24,362 તથા કીંગ ફીસર બીયર ટીન નંગ-48 કી.રૂ.- 5,562 અને 2 મોબાઇલ ફોન કુલ રૂ.- 7,39,930ના મળેલ મુદામાલ સાથે પોલીસે બે આરોપી ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા અને કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલાને ઝડપી લઇ પુછપરછ કરતા અન્ય એક ઈસમ યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. ટંકારા પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW