HomeGujaratહળવદ પાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન રાવલની નિમણૂક ,ડિમ્પલબેન સોલંકી 11 મહિના માટે...

હળવદ પાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન રાવલની નિમણૂક ,ડિમ્પલબેન સોલંકી 11 મહિના માટે વાંકાનેર ના પ્રથમ નાગરિક

ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની વિવિધ નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની સામાન્ય ચૂંટણી, મઘ્ય સત્ર ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી મોરબી જિલ્લામાં પણ હળવદ નગર પાલિકાની સામાન્ય અને વાંકાનેર નગર પાલિકા ની પણ મધ્ય સત્ર ચૂંટણી યોજાઈ હતી. બન્ને નગર પાલિકા ની ચૂંટણીમાં ભાજપે સ્પસ્ટ બહુમતી મેળવી બન્નેમાં પોતાના શાસન ને ટકાવી રાખ્યું હતું. હળવદ નગર પાલિકા ની વાત કરીએ તો કુલ 7 વોર્ડની 28 બેઠકમાં 27 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો હતો.જે બાદ પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી માટે આજે જાહેરાત કરવામાં આવી છે.જેમાં પ્રમુખ પદ તરીકે પક્ષ તરફથી ફોરમ બેન રાવલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે સતીષભાઈ રાવલના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જે બાદ તમામ સદસ્યોએ બન્ને ન નામને મ્હોર મારી દીધી છે.


વાંકાનેર નગર પાલિકા ની મધ્ય સત્ર ચૂંટણી માં ભાજપે 28 માંથી 21 બેઠક પર જીત મેળવ્યા બાદ આજે 11 મહિનાના પ્રમુખ તરીકે ચૂંટાયેલ સદસ્યો વચ્ચે નિમણૂક પ્રકિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદ ડિમ્પલબેન સોલંકી ને ફાળે જતા તેઓ 11 મહિનાના વાંકાનેર પાલિકાના પ્રથમ નાગરિક તરીકે નિમાયા છે તો ઉપ પ્રમુખ તરીકે હર્ષિત ભાઈ સોમાણી ની વરણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW