HomeGujaratટંકારા નજીક જબલપુરમાં 108માં જ શ્રમિક સગર્ભાની સફળ ડિલિવરી કરાઇ, જોડિયા બાળકોનો જન્મ...

ટંકારા નજીક જબલપુરમાં 108માં જ શ્રમિક સગર્ભાની સફળ ડિલિવરી કરાઇ, જોડિયા બાળકોનો જન્મ થયો

ટંકારા તાલુકાના જબલપુર પાટિયા પાસે શ્રમિક સગર્ભાની 108 માં સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. આ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હાલમાં ત્રણેય સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક જબલપુર પાટિયા પાસે બાલાજી સેરેન કંપનીમાં કામ કરતા એક શ્રમિક મહિલા કે જેઓ 11 દિવસ પહેલા જ અત્રે રહેવા આવ્યા હતા. તેણી સગર્ભા હોય અને તેઓને અતિશય દુ:ખાવો ઉપડતા 108ને જાણ કરવામાં આવી હતી. જેથી ઈ.એમ.ટી. ફેબિયાબેન કુરેશી અને પાયલોટ કલ્પેશભાઈ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે સમયનો અભાવ હોય આ સગર્ભા માતાની ડિલિવરી 108 માં જ કરાવવી પડી હતી. આ સગર્ભા માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હાલમાં ત્રણેયની તબિયત સારી હોવાનું જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW