HomeGujaratમોરબીમાં સાસરિયા પક્ષના ત્રાસથી જમાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં સાસરિયા પક્ષના ત્રાસથી જમાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના વિસીપરા સૌરાષ્ટ્ર ટાઇલ્સ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામના વતની ગીતાબેન કાંતિભાઈ સોલંકીએ આરોપી દેવાભાઇ જગદીશભાઇ ડાભી અને હંસાબેન જગદીશભાઇ ડાભી રહે. બંને શક્તિપરા હસનપરા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના દિકરા રાજેશના લગ્ન આરોપીની દિકરી પુજાબેન સાથે દોઢેક વર્ષથી કરેલ હોય અને પુજાબેન હાલમાં તેના પિયર માતાપિતાના ઘેર રીસામણે હતા. જ્યાં અવારનવાર રાજેશ તેડવા જવા છતા પુજાબેનને સાસરીમાં મોકલતા ન હોય અને ખોટી ચડામણી કરી બીજુ મકાન લેવા માટે દબાણ કરી રાજેશને ખોટી રીતે ટોર્ચર કરી હેરાન પરેશાન કરી મોબાઈલ ફોન દ્રારા રાજેશના સાળા આરોપી દેવાભાઈએ તથા તેના સાસુ હંસાબેનએ બિભત્સ ગાળો આપી ધમકાવી ડરાવી મરવા મજબુર કરતા રાજેશભાઈએ પોતાના ઘરે ગત તા.23ના રોજ ગળેફાંસો ખાઈ લેતા રાજેશભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW