HomeGujaratમોરબીમાં પેટ્રોલ પંપનું લાયસન્સ આપવાના નામે લાખોની છેતરપિંડી કરનાર શખ્સ બિહારથી ઝડપાયો

મોરબીમાં પેટ્રોલ પંપનું લાયસન્સ આપવાના નામે લાખોની છેતરપિંડી કરનાર શખ્સ બિહારથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીના ગુનામાં આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લકમાર રવિદ્રપ્રસાદ ઉર્ફે સુલતાના મહતો રહે.ચકલાઇ ગામ તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર વાળા છેલ્લા છ વર્ષથી નાસતો-ફરતો હતો. જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમ બનાવી બિહાર ખાતે તપાસમાં મોકલેલ હોય જયાં હ્યુમનસોર્સ તથા ટેકનીકલ વર્ક કરીને આરોપીને તેમના ઘરેથી પકડી પાડ્યો હતો.

અગાઉ પણ આ શખ્સ ઓરિસ્સા, તેલગણા, ફરીદાબાદ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ છે. આ આરોપી ફોન કરીને અલગ અલગ પેટ્રોલીયમ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને પેટ્રોલપંપનું લાયસન્સ આપવાની લાલચ આપી તેમજ લોન અપાવી અને અલગ અલગ ઓનલાઈન સ્કીમની લાલચ આપી ફરિયાદી પાસેથી બેક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીડી કરતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW