મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રવાપર ઘુનડા રોડ પર આવેલ ન્યુ એરા સ્કુલ નજીક દરોડો પાડ્યો હતો. ત્યાં આરોપીઓએ GJ-36-AP-2402 નંબરની બલેનો કારમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ- 96 કિં રૂ.- 12,000 અને કાર સહીત કુલ રૂ.- 3,12,000ના મળેલ મુદ્દામાલ સાથે આરોપી નાગેશભાઇ ઉર્ફે નાગરાજ રમેશભાઇ સારેસા અને બકુલભાઇ દેવજીભાઇ ચૌહાણને પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

