HomeGujaratમોરબીના ગાળા ગામ પાસે દયનીય હાલતમાં 10 પશુઓ ભરેલ બોલેરો ગાડી સાથે...

મોરબીના ગાળા ગામ પાસે દયનીય હાલતમાં 10 પશુઓ ભરેલ બોલેરો ગાડી સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી-માળીયા હાઈવે ઉપર ગાળા ગામના પાટીયા નજીક GJ-12-AY-2901 નંબરની બોલેરો ગાડીના ઠાઠામાં નાના મોટા પાડાઓ નંગ-10ને ભરવા પુરતી જગ્યા ન હોય અને પાડાઓને પીડા યાત્ના પહોચે તે રીતે ગાડીના ઠાઠામા ઠસોઠસ ભરી દયનીય હાલતમા ક્રુરતા પુર્વક રાખી પાડાઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા નહી રાખી પાડાઓને ભૂખમરી અને વગર પાણીના કારણે પીડાઓ યાત્ના પહોચે તે રીતે ભરી નીકળેલ હોય જે પાડા જીવ 10ની કીંમત રૂ.- 15,000 , બોલેરો કાર સાથે કુલ રૂ.- 4,15,000નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી રમજુભાઇ ગુલમામદભાઇ રાઉમાને પકડી લઇ પુછપરછ કરતા અન્ય ઇકબાલ ઉર્ફે બબાભાઇ શૈખનું નામ ખુલ્યું હતું. પોલીસે બને ઈસમો સામે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW