મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપરમાં રહેતા દિનેશભાઇ લઘુભાઇ વરાણીયા નામનો યુવાન ગઈકાલના રોજ ભડિયાદ ગામની સીમમાં આવેલ મીલીનીયમ વીકટીફાઇટ કારખાનામાં છાપરમાં ઉપર પતરા ચડાવતાં અકસ્માતે પડી જતાં ઇજા થતાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

