HomeGujaratમધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલામહાકુંભ-2024/25 વકતૃત્વ સ્પર્ધામાં મેહવિસ ફિરોજભાઇ માથકિયાએ અવ્વલ નંબર મેળવી...

મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલામહાકુંભ-2024/25 વકતૃત્વ સ્પર્ધામાં મેહવિસ ફિરોજભાઇ માથકિયાએ અવ્વલ નંબર મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓઓની કચેરી દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત સુરેન્દ્રનગર ખાતે તા. 17-18-19/02/2025ના રોજ મધ્ય ગુજરાત પ્રદેશકક્ષાના કલામહાકુંભ- 2024/25નું આયોજન કરવામાં આવ્યું હતું.

જે સ્પર્ધામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મુળ રાણેકપર ગામની વતની, સરકારી પ્રાથમિક શાળા વઘાસીયા પ્રાથમિક શાળા, વઘાસીયા તા.વાંકાનેર ખાતે ધોરણ-4 માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસ ફિરોઝભાઇએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ સમગ્ર મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાએ અવ્વલ નંબર મેળવી મેહવિસએ પોતાના પરિવાર, શાળા,વાંકાનેર તાલુકા તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. મેહવિસના મમ્મી આયશાબાનુ વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે તથા પપ્પા ફિરોઝભાઇ કલેકટર કચેરી, મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.

મેહવિસ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં મધ્ય ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં તા. 30/01/2025ના રોજ DIET, રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર-1 ઝોન કક્ષા વાર્તા સ્પર્ધામાં મેહવિસએ અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ જે અન્વયે આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર વાર્તા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-1 ઝોનનું પણ પ્રતિનિધિત્વ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW