મોરબીના મકરાણીવાસમાં રહેતા તોસીફભાઈ ઉર્ફે ચકો મહેબુબભાઈ બ્લોચે આરોપી મુસ્તુદાદુભાઇ દાવલીયા, તોફીકભાઇ રફીકભાઇ મકરાણી અને અનવરભાઇ મુસાભાઇ કુરેશી વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદી સાથે જુની અદાવતનો ખાર રાખી ગઈકાલના રોજ મોરબી સબ જેલ પાછળ બાલ મંદિર પાસે જાહેરમાં ફરીયાદી પાસે આવી ફરીયાદીને ગાળો દેવા લાગતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે જપાજપી કરી ફરીયાદીને લોખંડના પાઇપ વડે માર મારી આરોપીએ છરી કાઢી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

