મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે સતત વધી રહેલી ચોરીની ઘટનાએ પોલીસની આબરૂ રીતસર ધોઈ નાખી હોય અને તેના પકડવા અને અન્ય ચોરીની ઘટના થતી અટકાવવા પોલીસ પર વધતા દબાણ ને પગલે પોલીસે અલગ અલગ સ્થળે અલગ અલગ વીસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કર્યું હતું દરમિયાન પોલીસને બાતમી મળીહતી કે બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા રણછોડ નગર આસપાસ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા હોય અને આ બાતમી આધારે એલસીબીની ટીમે પહોચી ત્રણેયની અટકાયત કરી પૂછ પરછ કરતા તમામ પોતાના નામ સમિતસિંહ સોનારસિંગ ટકરાના હરપાલસિહ હરજીત સિંહ બરનાલા અને બલવીર સિંગ પ્રેમ સિંગ કલાની હોવાનું અને તેમાં એમપીના વતની હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન ત્રણેય ચોરીના ઈરાદે આવ્યા હોવાની આશંકા તેની ઈ ગુજકોપ તેમજ ICJS મારફતે ખરાઇ કરાવતા આ શખ્સો આંતર રાજ્ય ચોરી કરતી શીકલીગર ગેંગના સાગરિત હોવાનું સામે આવ્યું હતું અને મોરબીમાં પણ ચોરીના ઈરાદે આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓની ગુનાહિત ઉઠાસ તપાસ કરતા સમિત સિહ સામે દિલ્હીના અલગ અલગ પોલીસ મથકમાં 12 ગુના રજીસ્ટર હતા તો હરપાલસિંહ સામે દિલ્હીમાં 3 ગુના અને બલવીરસિંગ એમપીમાં બે ગુન્હા દાખલ હોવાનું સામે આવ્યું હતું.
