HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ રૂ.28 હજારથી વધુનો...

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ રૂ.28 હજારથી વધુનો દંડ વસુલ કરાયો

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં તારીખ: 10/02/2025 થી 13/02/2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વપરાશકર્તાઓ તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ 4 આસામી પાસેથી 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને તેઓ પાસેથી રૂ. 10,200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તેમજ જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા 28 આસામી પાસેથી રૂ. 17,300નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW