મોરબીમાં વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સ્વ રક્ષણ માટે સામુહિક હથીયાર લાયસન્સ માગવા પડ્યા હતા જે બાદ પોલીસે આનન ફાનનમાં લોક દરબાર કરી ફરિયાદ સાંભળી ફરિયાદો લીધી હતી અને કેટલાક વ્યજ્ખોરીની ધરપકડ કરી તેમને જેલ હવાલે પણ કર્યા જોકે ગણતરીના દિવસોમાં તેઓની ધાક ઓસરી ગઈ હોય તેમ ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે
મોરબીના પંચાસર રોડ વિસ્તારમાં રહેતા સોમનાથ એન્ટર પ્રાઈઝ ચલાવતા વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવાએ છ મહિના પહેલા ધંધા માટે આશિષ ભાઈ સંઘાણી પાસે થી ધંધા માટે 3 લાખ રૂપિયા 21 ટકાના માસિક વ્યાજે લીધા હતા, જેની સંપૂર્ણ રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હોવા છતાં તેને વધુ 7 લાખ રૂપિયાની માગણી કરી હતી. ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે આશિષ સંઘાણીએ વિશાલભાઈને પટેલ પાનના ગલ્લા પાસે બોલાવ્યા હતા. જ્યાં GJ-36-AL-1237 નંબરની કારમાં આવેલા પાંચ શખ્સોએ તેમનું અપહરણ કર્યું હતું.આરોપીઓએ વિશાલભાઈને છરી અને ધારિયા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો ચિરાગે યુવાનને કમર પાટાથી અને ઢીકાપાટુંનો માર માર્યો હતો.
બાદમાં ગાડીમાં બેસાડીને છરી વડે એક ઘા મારીને ઇજા કરી હતી અને ત્યાંથી એસપી રોડ નજીક આવેલ કપચીના ભરડીયા વાળા રોડ ઉપર લઈ ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો. ત્યાર બાદ આ પાંચેય શખ્સ મોરબીના જૂના બસ સ્ટેશન પાસે રાત્રિના સમયે ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા ત્યારે, મોકો મળતા ગાડીનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગયો હતો.
બનાવ અંગે વિશાલભાઈએ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આશિષ આદ્રોજા, આશિષ સંઘાણી, જીગ્નેશ કૈલા, ચિરાગ પટેલ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના મોરબીમાં વ્યાજખોરોની દાદાગીરી અને ગુનાખોરીની ગંભીરતા દર્શાવે છે.