હળવદના ટીકર ગામે રહેતા અકબરભાઈ ઉર્ફે હકાભાઈ ભટ્ટીએ આરોપી લાલમામદભાઈ કાસમભાઈ રાજા, રસુલભાઈ કાસમભાઈ રાજા, રમજાનભાઈ દાદમહમદભાઈ અને મુસ્તાકભાઈ લાલમામદભાઈ રાજા રહે. બધા ટીકર ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,
ફરીયાદિના ઘર પાસે પાણીની લાઇન ખોદેલ હોય ત્યાથી આરોપી લાલમામદભાઈના દિકરા બાઈક લઇને નીકળતા સાહેદ રૂકશાનાબેને તેઓને અહિયાથી બાઈક નહીં ચલાવવાનુ કહેતા આરોપીઓને સારૂ નહીં લાગતા સાહેદ સાથે બોલાચાલી કરેલ હોય જે બાબતે ફરીયાદી તથા તેના ભાઇ સાહેદ જુસબભાઇ, હબીબભાઇ અને ફરીયાદિના દિકરા રમજાનભાઇ તથા શબીરભાઇ આરોપીઓને સમજાવવા જતા આરોપીઓને સારૂ નહીં લાગતા ફરીયાદિ તથા સાહેદોને ભુંડી ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી તથા લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અક્બરભાઈ ભટ્ટીએ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.