મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડ્યો હતો. જયાંથી 18 ઈંગ્લીશ દારૂનો બોટલો કુલ રૂ.- 11,358ના મુદામાલ સાથે મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.