માળીયા મિંયાણા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી શબ્બીર મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા તથા ઇર્ષાદ મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા બન્ને રહે. હાલ રહે.મોરબી રણછોડનગર, સાંઇબાબાના મંદિર પાસે, મુળ રહે.નવાગામ તા.માળીયા મિંયાણા જી.મોરબી વાળાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે બાદ મોરબી એલ.સી.બી. પોલીસેની ટીમ બનાવી બન્ને ઇસમોને અટક કરી પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા તથા જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યા છે.

