દિલ્હીમાં ભાજપની જીત થતાં મોરબીમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભામાં પાર્ટીની ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરદરવાજે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરી દિલ્હીમાં થયેલી જીતને વધાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા સહિતના લોકો જોડાયા હતા.



