મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ કીર્તિ પેટ્રોલ પંપ નજીકથી GJ-36-AH-6904 નંબરનું મોપેડ લઇ વાડીએથી ઘરે જઈ રહેલ ભીમજીભાઈ નકુમ નામના વૃદ્ધને GJ-01-HY-1099 નંબરના ચાલકે કાર પુરઝડપે અને બેદ્કારીપુર્વક ચલાવી હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ભીમજીભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું તેમજ કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.