HomeGujaratસિંધાવદરની એસ.એમ.પી. હાઇસ્કુલ છાત્રાઓ હેન્ડબોલ મા જિલ્લા કક્ષાએ સતત બીજા વર્ષે ...

સિંધાવદરની એસ.એમ.પી. હાઇસ્કુલ છાત્રાઓ હેન્ડબોલ મા જિલ્લા કક્ષાએ સતત બીજા વર્ષે ચેમ્પિયન

ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 માં મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલ ની સ્પર્ધા સાર્થક વિદ્યાલય મોરબી મુકામે યોજાઈ હતી જેમાં બહેનો વિભાગમાં સમગ્ર જિલ્લામાંથી ઘણી ટીમોએ ભાગ લીધો હતો જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદરની ગ્રાન્ટેડ શાળા એસ.એમ.પી. હાઇસ્કુલ ની અંડર 17 વિભાગની ટીમ ચેમ્પિયન થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ ગેમમાં પણ આજ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવીને મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રેઝન્ટ કર્યો હતો.ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓમાં ફિઝા શેરાસીયા,મકવાણા જીયા,બાદી તરજુન,ચાવડા અંકિતા, પરાસરા આશિયાબાનું,બાંભવા જાની,પરાસરા સેમીલા, શેરસીયા માહેનુર,બાંભવા રિધ્ધિ, બાદી મિસ્બાહ, શેરાસીયા ઇલ્સા, શેરાસીયા દિલકશ આ તમામ દીકરીઓએ પોતાના પરિવારનું, શાળાનું અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કરવા બદલ શાળા મંડળના પ્રમુખ સાહેબ અને આચાર્ય સાહેબએ અભિનંદન પાઠવી આગળના મેચ માટે શુભેચ્છાઓ આપી હતી. ચેમ્પિયન થનાર દીકરીઓ આવતા દિવસોમાં મોરબી જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW