હળવદ પોલીસ મથક વિસ્તારમાં મોરબી એસ ઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મૂળ મહારાષ્ટ્ર ના વતની અને હળવદના પ્રતાપ ગઢ ગામમાં રેહી ખેત મજુરી કરતા અરુણ કાળું સિંગ પટલે અને જાકેશ કાળુંસિંગ પટલે નામના બે ભાઈ ગેર કાયદે ગાંજાના વેચાણ કરતા હોય આ બાતમી આધારે એલસીબીની ટીમે શોધખોળ શરુ કરી હતી. તપાસ કરતા આ બન્ને ભાઈ પ્રતાપગઢથી જીજે 3 fj 1535 નંબરના બાઈકમાં ગાંજો વેચવા નીકળ્યા હતા જોકે અગાઉથી વોચ ગોઠવીને બેઠેલી એસ ઓજીની ટીમે બન્ને ભાઈઓને 68,900ની કિમંત ના 6 કિલો 890 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા અને બન્ને શખ્સ પાસેથી એક મોબાઈલ ગાંજા હેરાફેરી માટે વપરાયેલ બાઈક અને ગાંજાના જથ્થા સહીત રૂ 93 ,900નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ માટે હળવદ પોલીસ મથક હવાલે કર્યા હતા

