આજથી ત્રણ વર્ષ પહેલાં એટલે કે 25/01/2022ના રોજ ડીવાયએસપી કે ટી કામરીયા સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર જવાબદારી શોપાઈ હતી અને ત્રણ વર્ષની અંદર ગુજરાતમાં જ્યાં પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી હતી. તે પ્રવૃત્તિઓને ડામવા માટે સૌથી મોટી ભૂમિકા એસએમસીની હતી અને તેમાં પણ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક કામગીરી કે ટી કામરીયા આવ્યા બાદ જોવા મળી રહી છે.
આ અગાઉ તેઓ એસીબીમાં પીઆઇ તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે ત્યારે પણ ગુજરાતની અંદરથી લાંચિયા અધિકારીઓ ઝડપવામાં સૌથી મોખરે કામગીરીમાં રહ્યા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી બન્યા હતા ત્યારે પણ તેઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. ડીવાયએસપી કામરીયા ને 2014 અને 2020માં વિશિષ્ઠ કામગીરી માટે 2 પ્રેસીડન્ટ પોલીસ મેડલ પણ મળ્યા હતા
અંતે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અંદર જે પ્રકારે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે સૌથી રેકોર્ડ બ્રેક કામગીરી છેલ્લા ત્રણ વર્ષની અંદર જોવા મળી રહી છે. ગુજરાતમાં સારા અને ઈમાનદાર અધિકારીઓ બહુ ઓછા જોવા મળી રહ્યા છે તેમાં ડીવાયએસપી કે ટી કામરીયા પણ આવી જાય છે.