ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં GAS કેડરમાં ફરજ બજાવતા 31 અધિકારીઓની સાગમટે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જ્યારે ક્લાસ-2માં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે. મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન ડી કુગશીયાને તાપી જિલ્લાના નાયબ કલેકટર તરીકે મુકાયા છે તો નાયબ ચૂંટણી અધિકારી આર આર ખંભારાને જસદણ તાલુકાના પ્રાંત અધિકારી બનાવાયા છે