કેનાલમાં નબળી કામગીરીનો આક્ષેપ કરતાં ખેડૂતોએ રામધૂન બોલાવી,
હળવદ તાલુકાના બ્રાહ્મણી બે ડેમમાંથી તાલુકાના ગામોમાં પિયત માટે પાણી આપવામાં આવે છે, પરંતુ તાલુકાના રાયસંગપુર ગામમાંથી પસાર થતી કેનાલનું નબળું અધુરું અને સમારકામ વગર પાણી છોડતાં ખેડૂતોને નુક્સાન થાય છે અને જેને પગલે આજે ખેડૂતોએ રામધુન બોલાવી સુતેલા તંત્રને ઢંઢોળ્યુ છે.
હળવદના રાયસંગપુરમાથી ચાડધ્રા માઇનોર ડી 19 કેનાલ પસાર થાય છે. પરંતુ કેનાલની સપાટી જમીન કરતા ઊંચી હોવાથી કેનાલ લીકેજ રહે છે અને તેથી કરીને રાયસંગપુર ગામની આશરે 700 વીઘાથી વધુ જમીન બંજર બની છે. માઈનોર ડી 19 કેનાલની જમીનમા ઉંડી બનાવવામાં આવે અથવા કેનાલ હટાવવામાં આવે તેવી માંગ સાથે આજે ખેડૂતોએ રામધુન બોલાવી સુતેલા તંત્રને ઢંઢોળ્યુ હતું. રાયસંગપુરમા ખેડૂતો છેલ્લા સાત વર્ષથી બંદર જમીનમાં ઉત્પાદન મેળવી શકતા નથી અને તેથી કરીને ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કેનાલમાં સમારકામ અથવા કેનાલ કાઢી અને જમીનની અંદર કેનાલ બનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. રાયસંગપુર ગામનાં ખેડુતોએ છેલ્લા છ થી સાત વર્ષથી ખેડૂતો મુખ્યમંત્રી , કલેકટર સહિત અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે જોકે હજી સુધી તેમનો અવાજ સંભળાયો નથી પરંતુ ક્યારે સંભળાશે અને સંભળાશે કે કેમ તે જોવું રહ્યું.


