મોરબી LCB તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમી મળી હતી કે, કચ્છ તરફથી એક ગ્રે કલરની હુન્ડાઇ 1-20 ગાડી નં. GJ-36-B -8119 વાળીમાં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી માળીયા મિંયાણા તરફ આવનાર છે તેવી બાતમી મળેલ આધારે LCB/પેરોલ ફર્લો સ્ફટાને થતા બાતમીવાળી ગાડીનો પીછો કરતા ગાડી ચાલક પોતાની ગાડી માળીયા મિંયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે રેઢી મુકી નાશી ભાગી ગયેલ જે ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ- 321 કુલ કિ.રૂ.- 2,20,206 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 5,20,206નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. માળીયા મિંયાણા પોલીસે તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


