મોરબીના અમરાપર ગામની સીમમાં આવેલ આરોપી દીનેશભાઇ આયદાનભાઇ ગરચરની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોય જેવી ચોક્ક્સ બાતમીના આધારે પોલીસે તે સ્થળે દરોડા પાડતા હતા. ત્યાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો 2030 લીટર તથા ભઠ્ઠીના સાધનો પતરાનું બેરલ, એલ્યુમીનીયમનું બકળીયુ, પાટલી-નળી એમ કુલ કિ.રૂ. 50,750નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન નરેશભાઇ રમણભાઇ નાયકા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેમજ આરોપી દીનેશભાઇ આયદાનભાઇ ગરચર સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

