રાજ્ય સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ નામથી એક મુહિમ ચલાવવામાં આવી રહી છે છે જેમાં ખોવાયેલી ચીજ વસ્તુઓને શોધી તેના મૂળ માલિકોને પરત કરવામાં આવે છે ત્યારે હળવદ તાલુકા જુદા-જુદા વિસ્તારમાં ખોવાયેલ મોબાઈલ ને CEIRના પોર્ટલની મદદથી હળવદ પોલીસ ની ટીમ દ્વારા 9 જેટલા મોબાઈલ શોધી કાઢ્યા હતા જે અલગ અલગ સમયે ખોવાયેલ હતા. તેને આજે મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીવાય એસપી સમીર સારડાના હસ્તે તેરા તુજકો અર્પણ અંતર્ગત રૂ 2 લાખથી વધુની કિમતના મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા


