HomeGujaratમોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક ચાલતું કુટણખાનું  પકડાયું, બેની ધરપકડ

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક ચાલતું કુટણખાનું  પકડાયું, બેની ધરપકડ

મોરબી જીલ્લામાં સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપરની પ્રવૃતિને સદ્દન નાબુદ કરવા અધિકારીઓના સુપરવિઝન હેઠળ ખાનગી રાહે મળેલ બાતમી મળી હતી કે, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે બેક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભુરા સ્પામાં તેના સંચાલકો પોતાના આર્થીક લાભ સારૂ ભુરા સ્પામાં બહારથી પરપ્રાતીયોને બોલાવી સ્પામાં બહારથી ગ્રાહકો બોલાવી તેઓને શરીર સંબંધિત સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કૂટણખાનુ ચલાવે છે.

તેવી હકિકતના આધારે પોલીસે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભુરા સ્પામાં રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક પંકજભાઇ રમેશભાઇ રાઠવા જાતે આદિવાસી ઉ.વ.24 ધંધો નોકરી રહેહાલ ભુરા સ્પા એન્ડ એટેલ તા.જી.મોરબી મૂળ રહે.ભક્તિ ફળીયા હરખપુર તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર અને નારણભાઇ પરષોતમભાઇ સિતાપરા જાતે કોળી ઉ.વ.36 ધંધો.વેપાર (મેનેજર) રહે,મોરબી-2 ઉમીયાનગર તા.જી.મોરબી વાળાઓ તે બંનેને પોલીસે પકડી લીધા હતા. જ્યારે અન્ય વિજયભાઈ ઉર્ફે ભુરાભાઈ જેરામભાઈ પટેલ અને હિતેશભાઈ ભદ્રેચાનું નામ ખુલ્યું હતું.આ તમામ શખ્સો વિરુદ્ધ મોરબી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW