HomeGujaratમુંબઈથી બનાવટી નોટોની સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સોની ધરપકડ

મુંબઈથી બનાવટી નોટોની સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સોની ધરપકડ

સુરત પોલીસને મળી મોટી સફળતા, ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ફ્રોડ કરતા ત્રણ ગઠિયાઓની ધરપકડ;

મળતી માહિતી મુજબ, મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા.

ચેક પોસ્ટ પર ચાલતાં-ચાલતાં આવ્યા પોલીસે દબોચ્યા. સરોલી પોલીસના બાતમી મળી હતી કે, દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજિત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખસો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોનાં બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતાં ચાલતાં જનાર છે. જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા. તે દરમિયાન ત્રણેય શખ્સો ચાલી આવતા કોર્ડન કરી પકડી પડ્યા હતા.

આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાહુલ મહાદેવ કાલે (રહે.ઘર નં.46 બુરડગાંવ રોડ કાલે ગલી એહમદનગર જિ.એહમદનગર મહારાષ્ટ્ર)નો આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલાં અમારો સંપર્ક થયો હતો. રાહુલ કાલેએ જણાવ્યું કે, સુરત શહેર વિસ્તારમાં મોટી-મોટી માર્કેટ આવેલી હોય જેથી રૂપિયા 200 અને 500ના દરની અસલ અને કૂપનવાળી નોટોના બંડલ બનાવી હું તમને મુંબઈ ખાતે આપીશ, જે મને સુરત રેલવે સ્ટેશન આપજે. જેથી હું આ નોટોના બંડલો બેંકો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી 100, 50ના અસલ નોટોના બંડલો મેળવી આ 200 અને 500ના દરનાં બંડલો આપી દઈશું અને જે નફો થાય તે આપણે સરખા ભાગે વેચી લઈશું.

બનાવટી નોટો આપનાર અને ડિલિવરી લેનારને વોન્ટેડ જાહેર કર્યા

પ્લાન મુજબ ગત 13 ડિસેમ્બરના રાત્રે આશરે સાડા નવ વાગ્યે રાહુલ મહાદેવ કાલે વિલેપાર્લે બસ સ્ટેશન મુંબઈ ખાતે આ નોટોના બંડલો ભરેલ બેગો આપી ગયો હતો. જે બેગો લઈ આજ રોજ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા આવી હતી. હાલ તો સારોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રથી બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટ લાવ્યો હતો. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂ. 500ના દરના 1000 નોટોના કુલ 43 બંડલમાં મળી કુલ 43000 નોટો પૈકી રૂપિયા 500ના દરની સાચી નોટો કુલ-86 રૂ. 43000, 500ના દરની બચ્ચો કા ખાતા 42,914 નોટો ભારતીય ચલણની અને ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂ.200ના દરના 1000 નોટોના કુલ્લે 21 બંડલમાં મળી કુલ્લે- 21000 નોટો પૈકી રૂપિયા 200ના દરની સાચી નોટો કુલ-42 રૂ. 8400 અને 200ના દરની બચ્ચો કા ખાતા 20,958 નોટો, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ્લે અઢી કરોડ મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કામના આરોપી ઓ રૂપિયા 500-200 ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ અને વચ્ચે ભારતીય બચ્ચો કા ખાતા લખેલ કૂપન નોટો મૂકતા હતા. આ બનાવટી નોટો બેન્કો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતીદેતી થવાની હોય તે સમયે યેનકેન પ્રકારેણ લોકોને જલદી પૈસા ભરવા માટે રૂપિયા 100, 50ના દરની નોટોની જગ્યાએ રૂપિયા 500 અને 200ની નોટો આપી અને તેઓ પાસેથી 100, 50ની અસલ નોટો લઇ બંડલો તે લોકોને આપી છેતરપિંડી કરે છે. આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેય ને 10,000 રૂપિયા મળવાના હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW