HomeGujaratપાટણના ગોડાઉનમાંથી 4.5 ટન રક્તચંદનના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ

પાટણના ગોડાઉનમાંથી 4.5 ટન રક્તચંદનના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ

ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની તિરૂપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. આ જથ્થાનો કુલ વજન 4.5 ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે જ પાટણના 3 શખસની પોલીસે અટકાયત કરી છે. આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા.

પ્રાથમિક મળતી માહિતી અનુસાર રક્તચંદનનો જથ્થો ગુજરાતમાંથી વિદેશ મોકલવાનો હતો. આ અંગે સિદ્ધપુર DySP કે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, સાઉથ એશિયાના દેશો કેટલાક દેશો અને ચીનમાં મેડિકલ ઉપયોગમાં લેવાતું અને દાણચોરી મારફતે ત્યાં મોકલવાના હતા. વધુ કિંમત ઉપજે એમ હોય આ લોકોનું વિદેશ મોકલવાનું આયોજન હતું.

ચંદનચોરીમાં પરેશજી કાંતીજી જવાનજી ઠાકોર (ઉં.વ.28) રહે. ચારૂપ તા.સરસ્વતી જિ.પાટણ, હંસરાજ વીરાજી તેજાજી જોષી (ઉં.વ.37) રહે.ભાટવાડો, તોરણવાડી માતા, મહેસાણા તા.જિ.મહેસાણા અને ઉત્તમ નંદકિશોરભાઈ પુખરાજ સોની (ઉં.વ.44) રહે.૦૧, બ્રહ્મપુરી, હનુમાનજી મંદિર પાસે, વાડી રોડ, ડીસા તા.ડીસા જિ.બનાસકાંઠા નામના શખ્સોને પોલીસે દબોચી લીધાં હતાં. આંધ્રપ્રદેશના સંદુપાલી-સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાંથી લાલ ચંદનની માહિતી બોર્ડર રેન્જના આઈજી અને પાટણ એસપીને રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે ચંદન ચોરીના ઈનપૂટ આપ્યા હતા. જેના આધારે પાટણ એલસીબીએ 3 આરોપીઓને ઉઠાવી લીધા હતા અને તેમની પૂછપરછ કરી હતી. દરમિયાન તિરૂપતિની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી આવી પહોંચતાં પાટણ એલસીબીએ બાલીસણા પોલીસ સાથે મળીને શ્રેયા ગોડાઉન પર સર્ચ કર્યું હતું. જ્યાં 70 નંબરના ગોડાઉનમાં રક્તચંદનના 154 લાકડા મળ્યા હતા. આ જથ્થો શાકભાજીની આડમાં આઈસરમાં ભરીને ગુજરાતમાં લવાયો હતો. આ અંદાજિત સાડા ચાર ટન જેટલો જથ્થો છે અને કિંમત રૂ. અઢી કરોડ જેટલી ગણાઈ રહી છે. પોલીસે તપાસ કરી છે કે, આ જથ્થો ક્યાંથી આવે છે? કોનો છે? અને અત્યારે હાલ પાટણના બે અને ડીસાના એક શખ્સ એમ ત્રણ જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW