HomeGujaratવાંકાનેર થી જડેશ્ચર ધામને જોડતા મુખ્ય રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના...

વાંકાનેર થી જડેશ્ચર ધામને જોડતા મુખ્ય રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત થી વાંકાનેર થી જડેશ્ચરને જોડતા આશરે 14. કિ. મી.અને રૂ. 8 કરોડ 30 લાખનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામ મંજૂર થયેલ હતું. તેનું ગઈકાલના રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આ રસ્તો મોરબી તથા વાંકાનેર ને જોડતો અગત્યનો રસ્તો છે. આ રસ્તો બનવાથી વાંકાનેર તથા મોરબી તાલુકાનાં પ્રજાજનોને ટુકા અંતરે સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ચર આવવા જવા માટે ખુબ સરળ રહેશે અને આ રસ્તો જામનગર, મોરબી, તથા રાજકોટ જીલ્લાને જોડતો અગત્યનો રસ્તો છે. તેમજ આ વિસ્તારમાં સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ચર મહાદેવ મંદિર, તથા ભંગેશ્ચર મહાદેવ મંદિર, ઔદ્યોગિક વિસ્તાર, સ્કૂલો, સરકારી હોસ્પિટલ,તેમજ આ રસ્તા ઉપર ઘણાં બધાં ગામો આવેલા હોય તેથી પ્રજાજનોને આવવાં જવા માટે તેમજ વાહન વ્યવહારમાં ખુબ સરળ બની રહે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW