મોરબી વિસ્તારમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા રહે છે, જેમાની ઘણી સમસ્યાનો આપની કચેરી દ્વારા હલ કરવામાં આવેલો છે, પરંતુ હાલમાં વાવડી ગામ થી મોરબી આવવા માટે વચ્ચે આવતી વાવડી ચોકડીએ સવાર અને સાંજ ના સમયે બવ મોટો ટ્રાફિક જામ રહે છે. તેને કારણે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ ટ્રાફિકના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ આ ટ્રાફિકમાં ફસાઈ જાય તો આ એક ગંભીર બાબત કહેવાઈ આને કારણે લોકો નો જીવ પણ જઇ સકે છે.
આ બાબતે ટૂંકમાં આપને વિનંતી કરવાની કે, જેવી રીતે રવાપર ચોકડી, રાજપર-સનાળા ચોકડી ઉપર ઊભી કરેલી પોલીસ જવાન માટે ઠંડી તડકો કે વરસાદ થી રક્ષણ મળી રહે તેવી એક સ્થાયી મિનિ પોલિસ છાવણી બનાવી છે. તેવી રીતે વાવડી ચોકડીએ પણ મિનિ પોલિસ છાવણી બનાવી 24 કલાક પોલિસ તૈનાત કરવાની સાથે ટીઆરબી જવાન રાખી વાવડી ચોકડીએ થતો ટ્રાફિક નો પ્રશ્ન હલ કરવા માટે નાની વાવડી ગામના જાગૃત યુવા નીલેશ.પી.આહીર દ્વારા મોરબી-માળીયા વિસ્તાર ના ધારાસભ્ય(કાંતિલાલ અમૃતિયા), 66,ટંકારા વિધાનસભા ના ધારાસભ્ય (દુર્લભજીભાઈ દેથરીયા), ગૃહ વિભાગ ગાંધીનગર-ગુજરાત, જિલ્લા માહિતી કચેરી-મોરબી, કલેક્ટર ઓફિસ-મોરબી, સી.એમ ઓફિસ-મોરબી અને જિલ્લા અધિક્ષક સહીત તમામ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી.

