HomeGujaratમોરબીના ત્રીકોણબાગના પાર્કિંગમાથી બે બાઈક ચોરાયા

મોરબીના ત્રીકોણબાગના પાર્કિંગમાથી બે બાઈક ચોરાયા

મોરબી ત્રિકોણબાગના પાર્કિંગમાથી અવાર નવાર બાઇક ચોરીની ફરીયાદો નોંધાઈ છે ત્યારે ત્રિકોણબાગના પાર્કિંગમાથી વધું બે બાઈક ચોરીની ફરીયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રથમ ફરીયાદ મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા ઘનશ્યામભાઈ ભાણજીભા સંઘાણી. ઉ.વ.44 એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું ત્રિકોણબાગના પાર્કિંગમાથી હીરો કંપનીનુ ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-03-DH-4367 જેની કિંમત રૂ. 15000 વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબીના પંચાસર રોડ પર ઢીલાની વાડીમાં રહેતા મકનભાઈ નાનજીભાઈ હડીયલ (ઉ.વ.38) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોરએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-03-BL-5487 જેની કિંમત રૂ. 10000 વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW