31 ડીસેમ્બર નજીક આવતા ની સાથે જાણે બુટલેગરો દારૂની રેલમછેલ કરવાની વેતરણમાં હોય તેમ અલગ અલગ સ્થળે દારૂની હેરાફેરી શરુ કરી દીધી છે ત્યારે તેના પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાંપતી નજર ગોઠવી હોય તેમ અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ સુરત ના કામરેજ કડોદરા હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલના ડી આઈજી નિર્લિપ્ત રાય ની સુચના અને ડીવાય એસપી કે ટી કામરીયાની સુચનાથી પી આઈ સી એચ પનારા અને ટીમ દ્વારા મહાદેવ હોટેલ પાસે વોચ ગોઠવી હતી અને જીજે ૧૯ વાય ૭૯૯૩ તેમજ જીજે ૧૯ આઈ ૨૩૪૮ નમ્બરની ટ્રક માંથી રૂ 77 લાખથી વધુ ની કિંમતનો 32,916 બોટલ દારૂ ઝડપી પાડ્યો તેમજ તેના ચાલક અનીલ યાદવની અટકાયત કરી હતી આરોપીની પૂછ પરછ કરતા માણેક પટેલ તેમજ રવીન્દ્ર રાજપૂતનું નામ ખુલતા SMC દ્વારા તેના વિરુદ્ધ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરીહતી સ્થળ પરથી SMC એ બે ટ્રક દારૂ સહીત 1 કરોડ 27 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો